Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Heavy rains in Dang district after long hiatus; River valleys flooded, joy among farmers

લાંબા વિરામ બાદ ડાંગ પંથકમાં ધમાકેદાર વરસાદ; નદી-કોતરો છલકાયા, ખેડૂતોમાં આનંદ

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડાંગ જિલ્લાના સુપ્રસિદ્ધ હિલ સ્ટેશન સાપુતારા સહિત તળેટીના વિવિધ વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ સાપુતારા, માલેગામ, સામગાહન, ગોટીયામાળ, જોગબારી અને જાખાના પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.આ મેઘમહેરને પગલે સ્થાનિક નદી-કોતરોમાં પાણી વહેતા થયા છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરતા શીત લહેર વ્યાપી ગઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતોમાં આ વરસાદને કારણે ખુશીનો માહોલ છવાયો છે, કારણ કે આ વરસાદ ખેતીના પાક માટે કાચા સોના સમાન સાબિત થશે.

App Store