મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાંગનો ગીરમાળ ધોધ થયો જીવંત! કુદરતી સૌંદર્ય નિહાળવા પ્રવાસીઓનો ઉમટ્યો ઘસારો

ડાંગ જિલ્લામાં થયેલા ભારે વરસાદ બાદ સમગ્ર વિસ્તારનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્ય

ડાંગ જિલ્લામાં થયેલા ભારે વરસાદ બાદ સમગ્ર વિસ્તારનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. ગુજરાતનો સૌથી ઊંચાઈ પરથી પડતો ગીરમાળ ધોધ સંપૂર્ણ સક્રિય બનતાં તેના મનમોહક દૃશ્યોએ પ્રવાસીઓને આકર્ષ્યા છે. સુબીર તાલુકાના છેવાડે ગિરા નદી પર આવેલા ગીરમાળ ધોધ નજીક નદીનો અનોખો યુ-ટર્ન પોઈન્ટ પણ પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ધોધ પૂરજોશમાં વહેતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે અને કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે. વરસાદ બાદ ડાંગનું સૌંદર્ય ફરી એકવાર જીવંત બની ઊઠ્યું છે.

આ સમાચાર શેર કરો