VIDEO: લોક ડાયરામાં ઉમટ્યો જનસાગર, ખેડૂત આંદોલનને મળ્યો બળ
મોરબીના જેતપરમાં ખેડૂતોનું આંદોલન હવે જન આંદોલનમાં ફેરવાઈ ગયું છે. વીજ પોલના

મોરબીના જેતપરમાં ખેડૂતોનું આંદોલન હવે જન આંદોલનમાં ફેરવાઈ ગયું છે. વીજ પોલના યોગ્ય વળતરની માંગ સાથે શરૂ થયેલા આંદોલનનો આજે 17મો દિવસ છે. આ આંદોલનને વેગ આપવા માટે યોજાયેલા લોક ડાયરામાં લોકગાયિકા વેનીશા પટેલના સૂર રેલાતા હજારો લોકો ઉમટી પડ્યા હતા. સ્થિતિ એવી સર્જાઈ હતી કે ગામમાં લોકો માટે બેસવાની જગ્યા પણ ઓછી પડી હતી.આયોજકોના જણાવ્યા અનુસાર, મળેલા આ અભૂતપૂર્વ જનસમર્થનથી ખેડૂતોના મનોબળમાં વધારો થયો છે. સરકાર સામેની આ લડાઈ હવે વધુ તેજ બની છે, ત્યારે હજારોની હાજરીએ આંદોલનને એક નવું પરિમાણ પૂરું પાડ્યું છે.




