VIDEO: મોરબીમાં ભ્રષ્ટાચારની પોલ સિમેન્ટ કોંક્રિટના નવા વીજપોલના બે ટુકડા થતા ચકચાર
મોરબીના નાની કેનાલ રોડ પર એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે, જેમ

મોરબીના નાની કેનાલ રોડ પર એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે, જેમાં સિમેન્ટ કોંક્રિટનો નવો વીજપોલ ચાલુ વીજપ્રવાહ દરમિયાન વચ્ચેથી બે ટુકડા થઈને તૂટી પડ્યો હતો. અત્યંત નબળી ગુણવત્તાના મટિરિયલના ઉપયોગને કારણે આ પોલ તૂટી પડ્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે, જે વીજપોલ બનાવવાની પ્રક્રિયામાં થયેલા ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ નથી, પરંતુ જો અહીંથી કોઈ રાહદારી કે વાહનચાલક પસાર થતો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આ પ્રકારની બેદરકારી ગંભીર ગુનો ગણાય છે, તેથી નવો વીજપોલ આટલી સરળતાથી કેવી રીતે તૂટી પડ્યો તેની સઘન તપાસ થવી અત્યંત જરૂરી છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની લોકમાગ ઉઠી છે.




