મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંકલેશ્વરમાં ભ્રષ્ટાચારના સળિયા બહાર આવ્યા! ગડખોલ ઓવરબ્રિજ પર પડ્યા મોટા ગાબડાં, કોંગ્રેસે ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે તંત્રને ઘેર્યું

અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે ગ

તસવીર: gstv

અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે ગડખોલ પાટિયા ઓવરબ્રિજ પર ફરી એકવાર ગાબડાં પડતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ભરૂચને જોડતા આ મહત્વના બ્રિજના રસ્તાનો ભાગ તૂટી જતાં અંદરના લોખંડના સળિયા પણ બહાર આવી ગયા છે. જેના કારણે હજારો વાહનચાલકો જોખમ વચ્ચે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ કરી છે. બીજી તરફ કોંગ્રેસે બ્રિજના નિર્માણ અને જાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તંત્ર હવે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.

આ સમાચાર શેર કરો