મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આગામી ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ; મુકુલ વાસનિકે સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપો

રાજકોટમાં આગામી વિધાનસભા ચૂંટણીને લક્ષ્યમાં રાખી કોંગ્રેસે

તસવીર: gstv

રાજકોટમાં આગામી વિધાનસભા ચૂંટણીને લક્ષ્યમાં રાખી કોંગ્રેસે સંગઠન મજબૂત કરવા સૌરાષ્ટ્ર ઝોનની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા તુષાર ચૌધરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.બેઠક બાદ મુકુલ વાસનિકે ભાજપ સરકાર પર સત્તાના દુરુપયોગનો ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ગુજરાતમાં ભાજપ નહીં પણ સરકાર પોતે ચૂંટણી લડે છે. તેમણે કેન્દ્ર સરકાર પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન આપી મુશ્કેલીમાં મૂકવાનો આરોપ પણ લગાવ્યો હતો. વધુમાં, રામમંદિર મામલે પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે જો મંદિર નિર્માણનો શ્રેય વડાપ્રધાન લેતા હોય, તો દાનચોરીની જવાબદારી પણ નક્કી કરી મોટા નેતાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

આ સમાચાર શેર કરો