VIDEO: રાજકોટમાં પોલીસને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ, SC આગેવાનો સામે કરાશે કાર્યવાહી
રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે થયેલા અનુસૂચિત સમાજના વિરોધ મામલે પોલ

રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે થયેલા અનુસૂચિત સમાજના વિરોધ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ સંજય દાફડાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ અનુસૂચિત જાતિના આગેવાન દિલીપ સોલંકી ઉર્ફે ડી.ડી. સોલંકી, અશોક સિંધવ અને નરેશ બગડા સામે આરોપ મૂકાયા છે. વિરોધ દરમિયાન ત્રણેય આરોપીઓએ મંડળી બનાવી પોલીસ સાથે ધક્કામુક્કી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવાયું છે. ઉપરાંત પોલીસે પોતાની ફરજ બજાવતા સમયે રૂકાવટ ઉભી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



