VIDEO:અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ, 17-18 જૂને અનેક વિસ્તારોમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 18 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના વ

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 18 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. દક્ષિણપશ્ચિમના પવનો ફૂંકાવાને લીધે આગામી ત્રણ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા છે, જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. જ્યારે 17 અને 18 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જોકે 19 જૂનથી ફરી હવામાન સૂકું થવાની શક્યતા છે. આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું આગળ વધશે, પરંતુ ગુજરાતમાં વિધિવત આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે.




