VIDEO: બોડેલીમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ, શાળાના માર્ગ પર પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન
સોર્સ : GSTV
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખુલ્લી પડી છે. સોમનાથ સોસાયટી નજીક આવેલી કુમાર શાળા તરફ જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાના કારણે બાળકોને પાણીમાંથી પસાર થઈ શાળાએ જવું પડી રહ્યું છે, જ્યારે કાદવ અને ગંદકીને કારણે અકસ્માતનો પણ ભય ઉભો થયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે દર વર્ષે આવી સમસ્યા સર્જાય છે. તાત્કાલિક પાણીના નિકાલ અને માર્ગના સમારકામની માંગ ઉઠી છે.

