VIDEO: છોટા ઉદેપુર: પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી, શિહોદ ભારજ નદીનું ડાયવર્ઝન ધોવાતા વાહનચાલકો મુશ્કેલીમાં
સોર્સ : GSTV
છોટાઉદેપુર જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદ બાદ શિહોદ પાસે ભારજ નદી પર બનાવાયેલ ડાયવર્ઝન આંશિક રીતે ધોવાઈ ગયું છે. ડાયવર્ઝનને નુકસાન પહોંચતા તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર તાત્કાલિક બંધ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી ભારજ નદીનો પુલ તૂટી જતાં આ ડાયવર્ઝન સ્થાનિક લોકો માટે જીવાદોરી સમાન બન્યું હતું. હવે ડાયવર્ઝન ધોવાતા ભારે વાહનોને જિલ્લા મથક સુધી પહોંચવા માટે આશરે 40 કિલોમીટરનો વધારાનો ફેરાવો કરવો પડી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે ત્રણ વખત બનાવવામાં આવેલ ડાયવર્ઝન વરસાદમાં ધોવાઈ જતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

