VIDEO: Chhotaudepurના અમલવાંટ ગામમાં પાણી ન મળતાં હાલાકી, લોકોએ કર્યા સુત્રોચ્ચાર
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અમલવાંટ ગામે પાણીપુરવઠા વિભાગ દ્વારા નલ સે જલ યોજનામાં નળ બેસાડ્યા છે. ટાંકી અને સંપ બનાવ્યા છે. પરંતુ ત્રણ ફળિયામાં હાફેશ્વર પાણીપુરવઠા યોજનાનું પાણી લોકોને મળતું નથી. નળ લગાવ્યા છે. ત્યારથી કોરાકટ્ટ છે કવાંટ તાલુકાનું અમલવાંટ ગામ આવેલું છે.1500 જેટલા લોકોની વસ્તી ધરાવતું ગામ છે. જેમાં 6 ફળિયા આવેલા છે. આદિવાસી સમાજની વસ્તી છે. સરકારે હાફેશ્વર પાણીપુરવઠા યોજનાનું ફિલ્ટર વાળું પાણી ઘરે ઘરે પહોંચે તે માટે કરોડો રૂપિયા ખર્ચો કરીને હાંફેશ્વરથી કવાંટ અને કવાંટથી અમલવાંટ સુધી નર્મદાના ફિલ્ટર વાળા પાણીની લાઇન કરી હતી. ગામમાં ટાંકી બનાવી તેમજ સંપ બનાવ્યો છે. ઘરે ઘરે નળ બેસાડ્યા છે. પરંતુ એમાં એક પણ ટીપું પાણી આવતું નથી. સંપ સુધી પાણી આવે છે. પરંતુ સંપ લીકેજ હોવાથી પાણી ઢોળાય જાય છે. ગામમાં પાણી પહોંચે તે માટે લાઇનો કરવામાં આવી તે પણ તકલાદી કરાતા પાણી છોડતાની સાથેજ ભાંગી ને ભૂક્કો થઈ ગઈ છે.

