આદિવાસી વોટબેન્ક તૂટવાના ડરથી સરકાર દોડતી થઇ, શું સરકારમાં નવો ડર!

આદિવાસી વોટબેન્ક તૂટવાના ડરથી સરકાર દોડતી થઇ, શું સરકારમાં નવો ડર!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વિધાનસભાની ચૂંટણીને આડે હવે એકાદ વર્ષ બાકી છે ત્યારે હવે સરકારને ડર પેઠો છે કે, આદિવાસી વોટબેંક સરકી જશે. આ જોતાં સરકારમાં દોડધામ મચી છે. તેનું કારણ એ છે કે, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારમાં ભાજપનો રકાસ થયો છે સાથે સાથે હાલ સરકાર વિરોધી આંદોલન પૂરજોશમાં ચાલી રહ્યાં છે. આ કારણોસર આદિવાસી મતોમાં ગાબડું પડવાના ડરથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓનો કાફલો છોટાઉદેપુર દોડી આવ્યો હતો, એટલું જ નહીં, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવવાના બહાને ભીડ ભેગી કરવા સરકારે 465 બસો દોડાવવી પડી હતી. ટૂંકમાં, આદિવાસી વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કરવા ભાજપ સરકારે પ્રયાસો કર્યા હતા. મહત્વની વાત એ છે કે, સરકારી મશીનરીનો ઉપયોગ કરાયા બાદ પણ ધારી ભીડ ભેગી થઈ શકી ન હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત