Video: કોંગ્રેસ અને આદિવાસી સમાજના નેતાઓએ સાંસદ જશુ રાઠવાના નિવેદનને સમાજનું અપમાન ગણાવ્યું

સોર્સ: gstv

છોટાઉદેપુર જિલ્લામાં સાંસદ જશુ રાઠવાના નિવેદનને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે યોજાયેલા યુવા સંમેલનમાં સાંસદે વિપક્ષના આદિવાસી સમાજના લોકોને કૂતરા તરીકે સંબોધ્યા હોવાના આક્ષેપથી વિવાદ સર્જાયો છે. આ નિવેદનને લઈને કોંગ્રેસના અર્જુન રાઠવા સહિત આદિવાસી સમાજના નેતાઓએ સાંસદ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સાંસદ બોખલાઈ ગયા છે અને તેમના નિવેદનોથી સમગ્ર આદિવાસી સમાજનું અપમાન થયું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત