VIDEO:"સવારે ચા નહીં, દારૂ પીવે છે લોકો!”
સોર્સ : GSTV
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સેંગપુર ગામે માધ્યમીક શાળામાં પ્રવેશ મહોત્સવમાં આવેલા ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ રિસર્ચ ડિવિઝનના ડોક્ટર ગંગાચરણ સિંહે શાળા પ્રવેશ મહોત્સવના પ્રવચનમાં છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ પીવાતો હોવાનું નિવેદન કરતાં ખળભળાટ મચી ગયો. તેમણે કહ્યું અહીં લોકો સવારમાં ચા પીવાની જગ્યાએ દારૂ પીવે છે અને કોઈ નાસ્તો કરતા નથી. તેમણે વિદ્યાર્થીઓને આવા વાલીઓને પિતા નહીં કહેવા નિવેદન કરતાં ખળભળાટ મચી ગયો. સાથે સરકારની પોલ ખોલતા કુપોષિત બાળકોને શોધીને બતાવ્યા હતા. અને કુપોષિત બાળકોને સારું ખોરાક આપવા માટે વાલીઓને સૂચન કર્યુ હતું.

