Chhota udaipur news: બોડેલી નજીક હિટ એન્ડ રનની ઘટના; ત્રણ વ્યક્તિના મોત, અક્સ્માતગ્રસ્ત બાઇક 600 મીટર દૂર મળ્યું

સોર્સ : GSTV
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે. ત્રણ વ્યક્તિ બાઇક પર જઇ રહ્યા હતા, ત્યારે અજાણ્યા ઇસમે પોતાનું વાહન પૂરઝડપે હંકારીને ત્રણેયને અડફેટે લીધા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકની બાઇક 600 મીટર દૂરથી મળી આવી
પ્રાપ્ત માહિતી મુજબ બોડેલી નજીક આવેલ તાંદલજા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં છે. વાસણા ગામના કનુભાઈ રોહિત,બાબરભાઈ વણકર અને ધુરાભાઈ વણકર બાઇક પર સવાર થઈ બોડેલી ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો હતો. સૌથી આશ્ચર્યની વાત તો એક છે કે મૃતકની બાઇક 600 મીટર દૂરથી મળી આવી છે. બનાવને લઈ લોકોના ટોળા ઉમટ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

