Video: છોટા-ઉદેપુરમાં જનજાતીય ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી: મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ૧૮ હજાર ૮૨૮ લાભાર્થીઓને વન અધિકાર પત્રો એનાયત કરાયા

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યભરના ૧૮ હજાર ૮૨૮ જેટલા લાભાર્થીઓને વન અધિકાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે દેશની રક્ષા અને સંસ્કૃતિ માટે આદિવાસી સમાજનું બલિદાન હંમેશાં અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૧થી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી છે, જેને દેશના વિકાસ કાર્યો સાથે જોડવામાં આવ્યા છે. આજના આ રાજ્યકક્ષાના સમારોહમાં ૨ હજાર ૩૧૧ કરોડ રૂપિયાના જંગી લાભોનું વિતરણ કરવા સાથે ૨૭ હજાર ૩૨૩ જેટલા વ્યક્તિગત લાભો પણ લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા છે.
જાહેરાત







