Video: વિપક્ષ પર સાંસદ જશુ રાઠવાનો આકરો પ્રહાર, વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ગરમાવો

છોટાઉદેપુરના આંબેડકર હોલ ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સાંસદ જશુ રાઠવાએ સંબોધન દરમિયાન વિપક્ષના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે અત્યાર સુધી માણસને કમળો થતો હતો, પરંતુ હવે તો કૂતરાઓને પણ કમળો થાય છે. આદિવાસી યુવાનોના સંમેલનમાં સાંસદના આક્રમક રાજકીય નિવેદનથી નવો વિવાદ ઊભો થયો છે. આદિવાસી સમાજમાં પણ નારાજગી અને પ્રત્યાઘાત પડ્યા હોવાની ચર્ચા સામે આવી છે.
જાહેરાત







