Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : chhota udepur naswadi villagers protest over black trap quarry

નસવાડી / GPCBની લોકસુનાવણીમાં હોબાળો, બ્લેક ટ્રેપ ક્વોરીનો ઉગ્ર વિરોધ, જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
નસવાડી / GPCBની લોકસુનાવણીમાં હોબાળો, બ્લેક ટ્રેપ ક્વોરીનો ઉગ્ર વિરોધ, જાણો શું છે સમગ્ર મામલો
સોર્સ : GSTV
Chhota Udepur News: છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ભાકા ગામે બ્લેક ટ્રેપ માઇનિંગના ત્રણ પ્રોજેક્ટને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજિત પર્યાવરણીય લોક સુનાવણીમાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે, જો બ્લેક ટ્રેપ ક્વોરીઓ શરૂ થશે તો તેમની જમીનને નુકસાન થશે. તેમજ ગ્રામજનોના સ્વાસ્થ્ય અને અન્ય રીતે પણ મોટું નુકસાન થશે. 
App Store
 

નસવાડીના ભાકા ગામે બ્લેક ટ્રેપ ક્વોરી મામલે ગ્રામજનોનો વિરોધ

 
વન અને પર્યાવરણ મંત્રાલય, નવી દિલ્હીના જાહેર ક્રમાંક અનુસાર, અનિવાર્ય લોક સુનાવણી ગુરુવારે(18 જૂન) યોજાઈ હતી. આ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનોએ પોતાનો વાંધો વ્યક્ત કરતા જણાવ્યું કે, 'હાલમાં કાર્યરત કોરીઓથી પણ ધૂળના કારણે મકાનોમાં અને જમીનમાં તિરાડો પડી રહી છે, અને જો વધુ બ્લેક ટ્રેપ ક્વોરીઓ શરૂ થશે તો નુકસાનની માત્રા ઘણી વધી જશે. ગામ નજીક એક ક્વોરી ચાલુ હોવાથી જ આટલું નુકસાન થઈ રહ્યું છે, તો વધુ પ્રોજેક્ટ શરૂ થવાથી સ્થિતિ વધુ ગંભીર બનશે.' 
 

અધિકારીઓ સમક્ષ ગ્રામજનોની ઉગ્ર રજૂઆત

 
સમગ્ર મામલે ગ્રામજનોએ જીપીસીબી (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી કે, 'બ્લેક ટ્રેપ ક્વોરીઓ શરૂ થવાથી ખેડૂતોની જમીન, ગ્રામજનોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર નુકસાન થઈ શકે છે. હાલમાં કાર્યરત ક્વોરીઓથી થતા નુકસાન, જેમ કે ડસ્ટિંગને કારણે મકાનો અને જમીનમાં પડતી તિરાડો, ગામના પાણીના જળસ્તર નીચે ગયા છે. ખેડૂતોના ખેતીમાં ડસ્ટ ઉડી ચોંટી જાય છે જેથી નવી ક્વોરીઓથી ગ્રામજનો અને ખેડૂતોને ભારે નુકસાન થશે.'
 
ગ્રામજનોની રજૂઆતને લઈને પ્રાદેશિક અધિકારીએ અગાઉની કોરીનું ઇન્સ્પેકશન સહિતની કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. જેમાં ગ્રામજનોના વિરોધ અને રજૂઆતોને પગલે અધિકારીઓ હવે આ મામલે સરકારને રિપોર્ટ કરશે. 
 

બ્લેક ટ્રેપ ક્વોરીઓ અને પર્યાવરણીય ચિંતાઓ 

 
બ્લેક ટ્રેપ ક્વોરીઓ શરૂ થવાથી પર્યાવરણ પર થતી અસર અંગે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોના મતે, આ પ્રકારની ખાણકામ પ્રવૃત્તિઓથી માત્ર જમીન અને મકાનોને જ નુકસાન નથી થતું પરંતુ હવાનું પ્રદૂષણ વધે છે અને સ્થાનિક પર્યાવરણ પર પણ તેની નકારાત્મક અસર પડે છે.
 
ક્વોરી માલિકના જણાવ્યા મુજબ, 'સરકારના નીતિ નિયમ અને ગાઈડલાઈન મુજબ અમે કામ કરી રહ્યા છે. આસપાસના ગામો 2 થી 3 કિલોમીટર ક્વોરીથી દૂર આવેલા છે. 16 વર્ષથી ક્વોરી ચાલે છે પણ કોઈ નુકશાન થયું નથી. ઈરાદા પૂર્વક બ્લેકમેલ કરવા અને રૂપિયા લેવા માટે બે ચાર વ્યક્તિ આ ધંધા કરી રહ્યા છે.'