Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Naswadi: Raft on the rights of the poor?

VIDIO: નસવાડી: ગરીબોના હક પર તરાપ?

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આમરોલી ગામ નજીક નર્મદા મેઈન કેનાલ કાંઠે ટ્રેક્ટર ભરી મફત વિતરણ માટેનું મીઠું ફેંકી દેવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક યુવાનોને સ્થળ પરથી મોટી સંખ્યામાં મીઠાની થેલીઓ મળી આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મીઠું સસ્તા અનાજની દુકાનો મારફતે રેશનકાર્ડ ધારકોને મફતમાં આપવાનું હતું અને તેની એક્સપાયરી તારીખ પણ પૂર્ણ થઈ નથી. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે ગરીબોને મીઠું સમયસર આપવામાં આવતું નથી અને વધેલો જથ્થો ફેંકી દેવામાં આવે છે. સમગ્ર મામલે પુરવઠા વિભાગ પાસે તપાસની માંગ ઉઠી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsrights of the poor