Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : accident between an eco-bike on the Kwant-Naswadi road in Chhota Udaipur

Chhota Udaipurના કવાંટ-નસવાડી રોડ પર ઈકો-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતિનું કરૂણ મોત

Timeછેલ્લું અપડેટ : 26 May 2026
લાઇવ ટીવીGoogle News
Chhota Udaipurના કવાંટ-નસવાડી રોડ પર ઈકો-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતિનું કરૂણ મોત
સોર્સ : GSTV

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ-નસવાડી રોડ પર ભયાવહ અકસ્માતની ઘટના સામે આવી છે. ડણી ગામના બસ સ્ટેન્ડ નજીક એક પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો કાર અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર પતિ-પત્ની બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના બોનેટના ભાગ સહિત બાઈકના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

App Store

પરિવારજનો અને ગ્રામજનો આઘાતમાં

પ્રાથમિક માહિતી પ્રમાણે જામ્બા ગામના વતની ભૂપેન્દ્ર રાઠવા ગઢ બોરિયાદ ગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ફરજ બજાવતા હતા. તેઓ પોતાની નોકરી પૂરી કરીને પત્ની સુનિતાબેન રાઠવા સાથે બાઈક પર પરત ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન ડણી ગામના બસ સ્ટેન્ડ પાસે કાળમુખી ઈકો કારે તેમની બાઈકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં સુનિતાબેનને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે તેમના પતિ ભૂપેન્દ્રભાઈ સાથે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. દંપતીના અચાનક મોતના સમાચારથી જામ્બા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે.

ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે નસવાડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે