Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Chhota Udaipur news: Major operation in BJP in the district, 10 more rebels suspended during elections

Chhota Udaipur news: જિલ્લામાં ભાજપમાં મોટું ઓપરેશન, ચૂંટણી ટાણે વધુ 10 બળવાખોરો સસ્પેન્ડ

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Chhota Udaipur news: જિલ્લામાં ભાજપમાં મોટું ઓપરેશન, ચૂંટણી ટાણે વધુ 10 બળવાખોરો સસ્પેન્ડ
સોર્સ : gstv

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે છોટા ઉદેપુર જિલ્લા ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે બળવો કરી ફોર્મ ભરનારા વધુ 10 કાર્યકરો અને હોદ્દેદારો સામે જિલ્લા ભાજપે કડક હાથે કામગીરી કરી છે. શિસ્તભંગના આરોપ હેઠળ આ તમામ 10 બળવાખોરોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

App Store

કેમ લેવાયા કડક પગલાં?

મળતી માહિતી મુજબ, ભાજપ દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા પક્ષના જ કેટલાક જૂના જોગીઓ અને કાર્યકરોમાં નારાજગી હતી. આ નારાજગીના પગલે 8 કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 2 કાર્યકરોએ છેડો ફાડી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. પક્ષના આદેશનું ઉલ્લંઘન કરી ચૂંટણી મેદાનમાં ઉતરેલા આ નેતાઓને કારણે ભાજપની વોટબેંકમાં ગાબડું પડવાની શક્યતા હતી, જેને રોકવા માટે જિલ્લા ભાજપે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો છે.