મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GPSC દ્વારા લેવાતી વર્ગ ૧ અને ૨ની પરીક્ષામાં ફેરફાર, જાણો શું બદલાયું?

રાજયભરમાંથી ઘણાં બધા યુવક અને યુવતીઓ સારી સરકારી નોકરી મેળવવા માટે GPSC જેવી પરીક્ષાની તૈયારી કરતા હોય છે.

GPSC દ્વારા લેવાતી વર્ગ ૧ અને ૨ની પરીક્ષામાં ફેરફાર, જાણો શું બદલાયું?

રાજયભરમાંથી ઘણાં બધા યુવક અને યુવતીઓ સારી સરકારી નોકરી મેળવવા માટે GPSC જેવી પરીક્ષાની તૈયારી કરતા હોય છે. એવામાં જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમાચાર આવ્યા છે, જેમાં GPSC દ્વારા લેવાતી વર્ગ ૧ અને ૨ની પરીક્ષામાં ફેરફાર કરાયાં છે. ૨૦૦ માર્કસના બે પ્રશ્નપત્રના બદલે એક જ પ્રશ્નપત્ર ૨૦૦ ગુણનું રહેશે. ગુજરાતી અને અંગ્રેજી, નિબંધ અને ત્રણ સામાન્ય અભ્યાસના ૯૦૦ ગુણ તથા ૧૦૦ ઇન્ટરવ્યૂના હતા, હવે ગુજરાતી અને અંગ્રેજીમાં ૨૫% ગુણ મેળવવા ફરજીયાત છે.

જો કે તેના ગુણ મેરિટમાં ગણાશે નહિ, બાકીના વિષયોના ગુણ મેરીટમાં ગણવામાં આવશે. તેમજ હવે 150 ગુણનું ઇન્ટરવ્યૂ રહેશે. વિદ્યાર્થીઓની રજૂઆત હતી જેના આધારે આ ફેર બદલ કરવામાં આવ્યા છે. પરિક્ષાને લઈને કોઈ નિયમમાં જયારે ફેરફાર થાય ત્યારે તે પછીની પરિક્ષામાં તેનો અમલ થાય છે.

આ સમાચાર શેર કરો