Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બોટાદ : VIDEO: A grand procession from Gadhada to Dwarka with the chants of Jai Swaminarayan-Jai Dwarkadhish

VIDEO: જય સ્વામિનારાયણ-જય દ્વારકાધીશના નાદ સાથે ગઢડાથી દ્વારકા સુધીની ભવ્ય પદયાત્રા

Timeછેલ્લું અપડેટ : 02 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિર ખાતેથી આજ રોજ આચાર્ય પક્ષ દ્વારા ભવ્ય ગઢડાથી દ્વારકા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વહેલી સવારે ભવ્ય આતશબાજી સાથે ભગવાનની આરતી ઉતારી 2500થી વધુ ભક્તોએ પદયાત્રા શરૂ કરી હતી. આ પ્રસંગે આચાર્ય પક્ષના નાનાલાલજી શ્રીપુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ ખાસ હાજર રહ્યા હતા. આ સાથે ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી તેમજ પૂર્વ કોઠારી શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભસ્વામી સહિત અન્ય સંતો અને સાંખ્યયોગી બહેનો સહિત ખૂબ મોટી સંખ્યામાં મહિલા સહિત ભક્તો દ્વારકા સુધીની પદયાત્રામાં જોડાયા મુખ્ય માર્ગો પર જય સ્વામિનારાયણ તેમજ જય દ્વારકાધીશના ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયેલું જોવા મળ્યું હતું. 
 
બોટાદ જિલ્લામાં આવેલ સુવિખ્યાત અને વિશ્વવિખ્યાત એવું સ્વામિનારાયણ ભગવાનનું આ ધામ કે જ્યાં સ્વામિનારાયણ ભગવાન 29 વર્ષ સુધી રહ્યા છે તેવા ગઢપુર કે જે આજે ગઢડા તરીકે પણ ઓળખાય છે તેવા ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિર ખાતેથી આજરોજ આચાર્ય પક્ષ દ્વારા ગઢડાથી દ્વારકા સુધીની પદયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. આજરોજ વહેલી સવારે ગઢડા ગોપીનાથજી મંદિરના પટાંગણમાં ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તોની હાજરી હતી.આ દરમ્યાન આતશબાજી સાથે ડીજેના તાલમાં ભક્તિમય માહોલ વચ્ચે આચાર્ય પક્ષના નાના લાલજી મહારાજ શ્રીપુષ્પેન્દ્ર મહારાજની હાજરી સાથે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રાની શરૂઆત પહેલા પદયાત્રામાં એક રથનું આયોજન કરવામાં આવેલ ભગવાન રાધારમણ, ગોપીનાથજી મહારાજ તેમજ દ્વારકાધીશની નાના લાલજી મહારાજ સહિત સંતો દ્વારા ભગવાનની આરતી ઉતારી જય સ્વામિનારાયણ અને જય દ્વારકાધીશના નારા સાથે પદયાત્રાને પ્રસ્થાન કરવામાં આવેલ આ પદયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ભક્તોની હાજરી જોવા મળેલી.

App Store

સંતો સહિત સાંખ્યયોગી બહેનો પણ ગઢડા થી દ્વારકાની આ પદયાત્રામાં જોડાયા હતા પદયાત્રામાં જોડાયેલા તમામ લોકોને પદયાત્રા દરમિયાન ની તમામ જરૂરિયાત ની ચીજ વસ્તુઓની પણ આયોજક દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ હતી આ પદયાત્રાનું સંપૂર્ણ આયોજન ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ વલ્લભ સ્વામી દ્વારા કરવામાં આવેલ આ પદયાત્રા દરમિયાન નાના લાલજી મહારાજ તેમજ ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી પણ પદયાત્રામાં જોડાયેલા પદયાત્રા દરમિયાન ગઢડા સહિતના મુખ્ય માર્ગો પર જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશના ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય માહોલમાં રંગાયેલું જોવા મળેલ અને દરેક હરિભક્તોના મુખ પર ખુશી અને આનંદ જોવા મળેલ હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષના નાના લાલજી શ્રી પુષ્પેન્દ્ર મહારાજ આ પદયાત્રામાં જોડાયેલા હતા તેમણે જણાવેલ કે સનાતન ધર્મમાં પદયાત્રાનું ખૂબ મહત્વ છે ત્યારે આજે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પણ સમાજના ઉત્થાન માટે આ ભવ્ય પદયાત્રાનું આયોજન કરેલ છે અને હરિભક્તોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળેલ ત્યારે આ પદયાત્રાનું આયોજન કરનાર આયોજક અને ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભસ્વામી દ્વારા જણાવેલ કે આ પદયાત્રા પાછળનું આયોજન અને હેતુ સરકારની જે નેમ છે કે બેટી બચાવો અને બેટી પઢાવો તેની લોકોમાં જાગૃતતા આવે વૃક્ષ બચાવોની લોકોમાં જાગૃતતા આવે તેમ જ સનાતન ધર્મને લઈ અધર્મી અને વિધર્મીઓ દ્વારા સનાતન ધર્મને લઈ હાલનો જે માહોલ છે તે અંતર્ગત સનાતન ધર્મના ઉત્થાન માટે આ ભવ્ય પદયાત્રાનું આયોજન કરેલ છે ત્યારે આ પદયાત્રામાં હાલ 2200થી 2500 લોકો જોડાયેલા છે ત્યારે આગળ દ્વારકા સુધી આવતા અનેક ગામોમાંથી હરિભક્તો જોડાશે અને દરેક ગામોની અંદર ધર્મસભા તેમજ ધાર્મિક અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને 12 જાન્યુઆરીના રોજ સવારે 9:00 કલાકે આ પદયાત્રા દ્વારકા ખાતે પહોંચશે અને ત્યાં ભવ્ય ધર્મ સભાનું આયોજન થશે અને આશરે 22,000થી 25,000 હરિભક્તો આ પદયાત્રામાં જોડાશે ત્યારે ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી દ્વારા પણ હરિભક્તોમાં ખૂબ ઉત્સાહ નો માહોલ પદયાત્રામાં હોવાની વાત સાથે આ પદયાત્રાના આયોજન અને આયોજકોની કામગીરીની ખુશી વ્યક્ત કરી હતી.