મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ડેમેજ કંટ્રોલ કરવા ભાજપની કવાયત

સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નગરપાલિકાની ચૂંટણીમાં ડેમેજ કંટ્રોલ કરવા ભાજપે કવાયત હાથ ધરી છે. થાન

સુરેન્દ્રનગરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ડેમેજ કંટ્રોલ કરવા ભાજપની કવાયત

સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નગરપાલિકાની ચૂંટણીમાં ડેમેજ કંટ્રોલ કરવા ભાજપે કવાયત હાથ ધરી છે. થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે કેબિનેટ મંત્રીઓને પ્રચાર માટે ઉતાર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે થાન નગરપાલિકાની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. થાનમાં સીરામીક ઉધોગકારો નારાજ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાંથી અમુલના નામે વેચાતું નકલી ઘી ઝડપાયું, ટ્રેડર્સની દુકાન કરાઈ સીલ

થાનમાં 300 થી વધુ સીરામીક ઉધોગો પણ નેતાઓની બેઠકમાં માત્ર 20 ઉધોગકારો જ હાજર રહ્યા હતા. થાન ઉધોગકારોને ટ્રાન્સપોર્ટ તેમજ ચોખ્ખું પાણી નથી મળી રહ્યું. સીરામીક ઉધોગમાં ગેસના વધેલા ભાવ થી પણ સીરામીક ઉધોગકારો સરકારથી નારાજ છે. પરિણામ પર અસર પડે તેવી પરિસ્થિતિ બાદ કેબિનેટમંત્રીઓએ થાનમાં ધામા નાખ્યા છે. ઉધોગકારો સાથે મંત્રીઓની ખાસ બેઠક યોજાઈ છે. જેમાં મુળું બેરા સામજી ચૌહાણ પ્રકાશ વરમોરા પ્રચાર માટે મેદાને ઉતર્યા છે. થાન સીરામીક ઉધોગકારોએ નેતાઓ સમક્ષ પણ નારાઝગી વ્યક્ત કરી છે. 16 ફેબ્રુઆરીએ ચૂંટણી તે પહેલા પ્રચારનો ધમધમાટ શરુ થયો છે.

આ સમાચાર શેર કરો