મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડાલી પાલિકામાં ભાજપના નગરસેવકને સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા, જિલ્લા કલેક્ટરે ઠેરવ્યા ગેરલાયક

રાજ્યમાં સાબરકાંઠામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યની વડાલી પાલિકામાં ભાજપના નગરસેવકને સભ્

વડાલી પાલિકામાં ભાજપના નગરસેવકને સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા, જિલ્લા કલેક્ટરે ઠેરવ્યા ગેરલાયક

રાજ્યમાં સાબરકાંઠામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યની વડાલી પાલિકામાં ભાજપના નગરસેવકને સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા છે. 3 સંતાનોના મુદ્દે સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિક્રમભાઈ જંયતીભાઈ સગરને દૂર કરવામાં આવ્યા છે.મળતા અહેવાલ પ્રમાણે 2021ની પાલિકાની ચૂંટણી પછી ત્રીજા સંતાનનો જન્મ થયો હતો.

નેતાજીને ત્રણ નોટિસ ફટકારાઈ

નેતાજીને ત્રણ ત્રણ નોટિસ ફટકારવામાં આવી હતી છત્તાં પણ ખુલાસો કરવામાં આવ્યો નહોતો. આ મામલે જિલ્લા કલેક્ટરે તેમને ગેરલાયક ઠેરવ્યા અને સભ્ય પદેથી દૂર કરવા હુકમ કર્યો હતો. આ કારણે ભાજપની 18 બેઠકમાંથી એકનો ઘટાડો થયો છે અને આંકડો 17 પર પહોંચ્યો છે.

આ સમાચાર શેર કરો