Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Weekly special train will run between Bhavnagar-Shakur Basti from May 29

Bhavnagar-શકૂર બસ્તી વચ્ચે આગામી 29 મેથી દોડશે સાપ્તાહિક વિશેષ ટ્રેન

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
Bhavnagar-શકૂર બસ્તી વચ્ચે આગામી 29 મેથી દોડશે સાપ્તાહિક વિશેષ ટ્રેન
સોર્સ : GSTV

પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળના મુસાફરો માટે વધુ એક વધારાની રેલ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. આગામી 29મીથી ભાવનગરથી શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે. આ રેલ સુવિધા ભાવનગરથી 26 જૂન અને શકૂર બસ્તીથી 27 જૂન સુધી ઉપલબ્ધ રહેશે.

App Store

ભાવનગરથી દર શુક્રવારે અને શકૂર બસ્તીથી દર શનિવારે ટ્રેન દોડશે, બન્ને દિશામાં 23 સ્ટેશન પર હોલ્ટ અપાયો

ભાવનગર ટર્મિનસથી શકૂર બસ્તી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન આગામી તા.29-5થી તા.26-6 સુધી દર શુક્રવારે બપોરે 2.20 કલાકે પ્રસ્થાન કરી બીજા દિવસે શનિવારે સવારે 10.55 કલાકે શકૂર બસ્તી પહોંચશે. તેવી જ રીતે શકૂર બસ્તીથી સાપ્તાહિક ટ્રેન તા.30-5થી તા.27-6સુધી દર શનિવારે બપોરે 1.15 કલાકે ઉપડી બીજા દિવસે રવિવારે સવારે 8.50 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ વિશેષ ટ્રેન બન્ને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ, ગાંધીગ્રામ, ચાંદખેડા રોડ, મહેસાણા (જં), પાલનપુર (જં), આબુ રોડ, ફાલના, મારવાડ (જં), અમજેર (જં), કિશનગઢ, ફુલેરા, રીંગસ, નીમ કા થાના, નારનૌલ, રેવાડી (જં), ગુડગાંવ અને દિલ્હી કેન્ટ ખાતે હોલ્ટ કરશે. ટિકિટોનું બુકિંગ તા.17-5  રવિવારથી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી શરૃ થશે તેમ વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે.