Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Two rounds of firing due to old enmity

Bhavnagar: નવાપરામાં જૂની અદાવતમાં બે રાઉન્ડ ફાયરિંગ, સમગ્ર મામલે પોલીસ તપાસ શરુ

Timeછેલ્લું અપડેટ : 22 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Bhavnagar: નવાપરામાં જૂની અદાવતમાં બે રાઉન્ડ ફાયરિંગ, સમગ્ર મામલે પોલીસ તપાસ શરુ
સોર્સ : AI IMAGE

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જૂની દુશ્મનાવટનો બદલો લેવા માટે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

App Store

મળતી માહિતી મુજબ, નવાપરા વિસ્તારમાં વહેલી સવારે બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સો દ્વારા હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી એક રાઉન્ડ હવામાં ફાયર કરવામાં આવ્યો હતો. જ્યારે બીજો રાઉન્ડ ફાયર કરવા જતાં તે 'મિસ ફાયર' થયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા જ નીલમબાગ એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં  બંને પક્ષો મુસ્લિમ સમાજના યુવકો હોવાનું સામે આવ્યું છે. હાલમાં નીલમબાગ એ-ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.