Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : body was found in suspicious condition in an acacia thorn in Adhewada,

Bhavnagar/ અધેવાડામાં બાવળની કાંટમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી, હત્યાની આશંકાએ પોલીસ તપાસ તેજ

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગર નજીક આવેલા અધેવાડા ગામમાં આજે એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. ગામની સીમમાં અવાવરું જગ્યાએ બાવળની કાંટમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

App Store

શરીર અને માથાના ભાગે ઈજાના નિશાન

મૃતકની ઓળખ અધેવાડા ગામના જ રહીશ મથુરભાઈ પરમાર તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતદેહના માથાના ભાગે અને શરીર પર ગંભીર ઈજાના નિશાન છે. લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા આ મામલો હત્યાનો હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે.

પોલીસ કાફલો ઘટનાસ્થળે

બનાવની જાણ થતા જ ભાવનગર પોલીસનો કાફલો તાત્કાલિક અધેવાડા દોડી ગયો હતો. ડીવાયએસપી આર.આર. સિંઘાલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે.

તપાસના ચક્રો ગતિમાન

પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મથુરભાઈની કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કેમ? અને તેઓ આ અવાવરું જગ્યાએ કેવી રીતે પહોંચ્યા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એફએસએલ (FSL) ની મદદ લઈને પણ ગુનાનો ભેદ ઉકેલવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.