Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : 'Taliban Fatwa' in Bharuch! Social ostracism of women members who oppose corruption

VIDEO:ભરૂચમાં ‘તાલીબાની ફતવો’! ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર મહિલા સદસ્યનો સામાજિક બહિષ્કાર

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભરૂચના કવિઠા ગામે મહિલા સશક્તિકરણના દાવાઓ વચ્ચે માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર મહિલા સદસ્ય હેતલબેન મયુરસિંહ રાજ અને તેમના પરિવારને ગામમાં સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો છે. આ તાલીબાની ફતવા પાછળ જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું છે, જેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વીડિયોમાં તેઓ પરિવાર સાથે સંબંધ રાખનાર અન્ય ગ્રામજનોને પણ બહિષ્કારની ધમકી આપતા જોવા મળે છે. આ ગંભીર મામલે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ આરોપીઓ સામે ગુનો નોંધી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. લોકશાહીમાં સત્યનો અવાજ દબાવવાની આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.

App Store