Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : 'Sarkar harasses tribals'; BJP MP's letter to PM Modi, opens pole of corruption in Forest Department

'સરકાર આદિવાસીઓને હેરાન કરે છે'; ભાજપના જ સાંસદનો પીએમ મોદીને પત્ર, ફોરેસ્ટ વિભાગમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
'સરકાર આદિવાસીઓને હેરાન કરે છે';  ભાજપના જ સાંસદનો પીએમ મોદીને પત્ર, ફોરેસ્ટ વિભાગમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી
સોર્સ : gstv

ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જંગલ જમીન દબાણ અને ફોરેસ્ટ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને પોતાની જ સરકાર અને અધિકારીઓ સામે મોરચો ખોલી દીધો છે. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વનમંત્રીને લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

App Store

સાંસદ વસાવાએ પત્રમાં પોતાની જ સરકારની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે સાગબારાના આદિવાસી ખેડૂતોને આપણી સરકાર ખૂબ હેરાન કરે છે અને તેમને ન્યાય મળતો નથી. આ તમામ ગંભીર બાબતો પર ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરી દોષિતો સામે કાયદેસરના કડક પગલાં લેવાની માંગ તેમણે વડાપ્રધાન સમક્ષ કરી છે.

સાંસદે પત્રમાં ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં ચૈતર વસાવા, ગણેશ વસાવા તથા અન્ય લોકોએ જંગલની 400 થી 500 એકર જમીન પર ગેરકાયદેસર રીતે ખેડાણ કરી દીધું છે. સ્થાનિક લોકો અને માજી સરપંચ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશાસન મૌન સાધીને બેઠું છે અને દબાણો અટકાવવામાં આવતા નથી.

વધુમાં તેમણે પત્રમાં લખ્યું છે કે નર્મદા અને સુરત જિલ્લાના મોટા મોટા ડુંગરો પરથી વૃક્ષો કાપીને જમીન ખેડી નાખવામાં આવી છે. કાગળ પર વૃક્ષારોપણના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તેમણે આઘાતજનક ખુલાસો કરતા લખ્યું છે કે ગુજરાતમાં RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર)ને સારી રેન્જમાં બદલી કરાવવા માટે ₹25 થી ₹30 લાખ આપવા પડે છે.