મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'સરકારનું મોટું જૂઠ પકડાયું!' સંસદમાં હંગામા વચ્ચે ડિમ્પલ યાદવે સણસણતા આરોપ લગાવી ગૃહમંત્રી અમિત શાહને કર્યા ટાર્ગેટ

સંસદમા

તસવીર: gstv

સંસદમાં ચાલી રહેલા ઘર્ષણ અને વિરોધ પ્રદર્શન વચ્ચે સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ ડિમ્પલ યાદવે ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર મહત્વના મુદ્દાઓ પર જવાબ આપવાથી ભાગી રહી છે.

સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમે બંને મહત્વના મુદ્દાઓ પર ગૃહમાં વિગતવાર નિવેદન ઈચ્છીએ છીએ, પરંતુ ગૃહમંત્રી બિલકુલ ગૃહમાં આવીને નિવેદન આપવા માંગતા નથી. તેનું મુખ્ય કારણ એ છે કે રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) દ્વારા મળેલી માહિતી અનુસાર, ઓછામાં ઓછા દસ બાળકો પેલેટ ગનના કારણે ઈજાગ્રસ્ત થયા છે. આ બાબત સરકારના એ અગાઉના દાવાઓને સંપૂર્ણપણે ખોટા સાબિત કરે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી."

વધુમાં તેમણે આરોપ લગાવતા કહ્યું કે, "સરકારે વચન આપ્યું હતું કે આ મામલે બાળકો સામે કોઈ એફઆઈઆર (FIR) નોંધવામાં આવશે નહીં. આમ છતાં, હાલમાં એક 15 વર્ષની સગીર બાળકીની ઉંમર ખોટી રીતે 25 વર્ષ દર્શાવીને તેની સામે 'ઝીરો એફઆઈઆર' નોંધવામાં આવી રહી છે, જે સરકારની બેવડી નીતિ અને અસત્યને છતું કરે છે."

આ સમાચાર શેર કરો