Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : lakhs spent on water due to neglect of rulers

VIDEO: Bharuchના આમોદમાં બાગમાં ગંદકીના ગંજ,  શાસકોની ઉપેક્ષાથી લાખોનો ખર્ચ પાણીમાં

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભરુચના આમોદ નગરમાં પાલિકામાં કોંગ્રેસ શાસકોના શાસન વખતે વોર્ડ નંબર ૦૧ અને ૦૫ની મધ્યમાં ટેલીફોન એક્સચેન્જની ઓફિસથી દરબાર ગઢ તરફ જવાનાં રસ્તા પર તાલુકા પંચાયત મિશ્ર શાળા નંબર ૦૨ તેમજ આંગણવાડી આવેલી છે. નાના ભૂલકાઓ અભ્યાસ અર્થે આવતા હોય અને રમત ગમત માટે તેમજ સિનિયર સીટીઝન માટે  સરકારમાં અનેક પ્રયાસોથી અંદાજિત દસ લાખની માતબર રકમથી તળાવના કાંઠે શાંત વાતાવરણમાં નિર્માણ થયું હતું. જો કે, ભાજપ શાસિત નગરપાલિકા બની છે. ત્યારથી નગરમાં ગટર મુદ્દે પીવાના પાણી મુદ્દે સ્ટ્રીટ લાઈટ મુદ્દે સ્વછતા મુદ્દે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક લેખિત અને મૌખિક રજુવાતો સાથે મહિલા સાથે પુરુષો મોરચો માંડવા ની દરરોજ માટે પાલિકા સત્તાધીશો ના મતે આમ વાત હોય એવી રીતે કુંભ નિંદ્રા ની અવસ્થા માં હોય એમનું પેટનું પાણી હલે એવું કાર્ય હાથ ધરવા માં આવ્યું નથી. નગરજનો ને પાયા ની સુવિધા આપવા માં નિષ્ફર ગયું હોય એ નગરચર્ચા એ હાલ તો જોર પકડ્યું છે.

App Store

 

ટોપિક્સ:bharuchaamodgarden