ઝઘડિયા દુષ્કર્મ પીડિત બાળકીનો મોત સામે જંગ, માસૂમની સ્થિતિ જોઈને ડોક્ટરો પણ હતપ્રભ

ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી શ્રમજીવી વસાહતમાં તા.16 ડિસેમ્બરે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. પાડોશમાં રહેતા જ ઝારખંડના આરોપી વિજય પાસવાને કુમળી બાળકીને પીંખી નાખી હતી. દુષ્કર્મ પહેલા વિજય પાસવાને પથ્થરથી વાર કરી લોહી લુહાણ કરી કુકર્મ આચર્યું હતું.
દુષ્કર્મ બાદ ગુપ્ત ભાગમાં સળીયો નાખીને ઈજા પહોંચાડી
દુષ્કર્મ બાદ ગુપ્ત ભાગમાં સળીયો નાખીને ઈજા પહોંચાડી. ગંભીર ઈજાગ્રસ્ત બાળકીના પેટનું પહેલા ભરૂચ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને વધુ સારવાર માટે વડોદરા ખાતે એસએજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પેટના ઓપરેશનમાં એક ટાંકો તૂટી જતા ઈન્ફેક્શન ફેલાયું છે.
આ પણ વાંચો: વડોદરામાં તાંત્રિક વિધિનો ઢોંગ કરી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ
જંગલી જાનવરો પણ ના કરે તેવી ખરાબ હાલત આ નરાધમે કરી
બુધવારે એસએજી હોસ્પિટલના બાળરોગ વિભાગના તબીબોએ બીળકીનું ઓપરેશન ફરીથી કર્યું હતું. બાળકીની હાલત અત્યંત ગંભીર છે, તે હજું પણ ભાનમાં આવી નથી. પહેલા હેવાન સાથે જંગ લડ્યા બાદ હવે તે મોત સામે જંગ લડી રહી છે. બાળકીની સ્થિતિ જોઈને ડોક્ટરો પણ હતપ્રભ છે, જંગલી જાનવરો પણ ના કરે તેવી ખરાબ હાલત આ નરાધમે કરી છે.
ભરૂચ જિલ્લાના SPએ શું કહ્યું?
ભરૂચ જિલ્લાના SP મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, 'આરોપી વિજય પાસવાને અગાઉ એક મહિના પહેલા પણ આજ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના મામલે ખાસ તપાસ ટીમની રચના કરાઈ છે અને સારવાર માટે બેસ્ટ ડોક્ટરોની ટીમ બનાવાઈ છે. ભરૂચમાં બાળકીનું એક ઓપરેશન કરવામાં આવ્યું હતું, જ્યારે બાળકી હાલ વડોદરામાં સારવાર હેઠળ છે. આ કેસમાં ખાસ સરકારી વકીલની નિમણૂકની માગ કરવામાં આવી છે.' સમગ્ર ઘટના મામલે પોલીસે આરોપીના રિમાન્ડ મંજૂર કરાવવા માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં કોર્ટે આરોપી વિજય પાસવાનના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં.

