મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જૂનાગઢના સખી વન સ્ટોપ સેન્ટરમાંથી બાંગ્લાદેશી મહિલા ફરાર થતાં પોલીસમાં ભારે દોડધામ

સોર્સ: gstv

જૂનાગઢના સરકારી સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતેથી એક બાંગ્લાદેશી મહિલા ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સી-ડિવિઝન પોલીસે ગત ૧૫ ઓક્ટોબરે મિથિલા સાજુ રોય નામે ખોટી ઓળખ આપીને રહેતી મહિલાની ધરપકડ કરી હતી. જોકે, સઘન પૂછપરછમાં તેનું સાચું નામ ખાલીદા હોવાનું અને તે બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ માટે તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો, પરંતુ ગત ૧૯ ઓક્ટોબરના રોજ તે રૂમની લોખંડની જાળી ખોલીને નાસી છૂટી હતી. આ અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવતા સરકારી સેન્ટરની નબળી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાને પગલે પોલીસે જુદી જુદી ટીમો બનાવી બસ સ્ટેન્ડ અને મુખ્ય માર્ગો પર નાકાબંધી કરીને મહિલાની શોધખોળ હાથ ધરી છે, જ્યારે સેન્ટરના સંચાલકોની બેદરકારી સામે પણ તપાસના આદેશ અપાયા છે.

આ સમાચાર શેર કરો