Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Congress outrage over Ogad's Bhalgam Toltax, 20 activists including MLA Amrit Thakor detained

Banaskantha news: ઓગડના ભલગામ ટોલટેક્સ પર કોંગ્રેસનો આક્રોશ, ધારાસભ્ય અમૃત ઠાકોર સહિત 20 કાર્યકરોની અટકાયત

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Banaskantha news: ઓગડના ભલગામ ટોલટેક્સ પર કોંગ્રેસનો આક્રોશ, ધારાસભ્ય અમૃત ઠાકોર સહિત 20 કાર્યકરોની અટકાયત
સોર્સ : GSTV

Banaskantha news: બનાસકાંઠાના ઓગડના ભલગામ ટોલટેક્સ પર આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલી બિસ્માર સર્વિસ રોડની સ્થિતિને લઈ કોંગ્રેસના ધારાસભ્ય અમૃત ઠાકોર સહિત કાર્યકરોએ ધરણા પ્રદર્શન કર્યું. પરિસ્થિતિ વણસતા પોલીસે ધારાસભ્ય સહિત 20 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. કાર્યકરોએ સરકાર સામે નારા લગાવી રોડની હાલત સુધારવાની માગ ઉઠાવી.

App Store

બનાસકાંઠાના ઓગડ તાલુકામાં આવેલા ભલગામ ટોલટેક્સ પર આજે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નેશનલ હાઇવે થરા તરફ જતાં સર્વિસ રોડની હાલત અત્યંત ખરાબ હોવાને કારણે સ્થાનિક લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ મુદ્દે ધારાસભ્ય અમૃત ઠાકોર સહિત કાર્યકરોએ ટોલટેક્સ પર પહોંચીને વિરોધ નોંધાવ્યો.

કાર્યકરો દ્વારા “તાના શાહી નહીં ચલેગી”ના નારા લગાવવામાં આવ્યા હતા.
પરિસ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને અંદાજે 20 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી. તો આ તરફ ટોલટેક્ષ અધિકારી દ્વારા પણ ખાતરી આપવામાં આવી છે કે, સર્વિસ રોડ સહિતની કામગીરી ચાલુમાં છે અને વહેલી તકે રોડ પરના ખાડા પણ પુરવા આવશે. ત્યારે હલ તો રસ્તાની હાલત સુધારવાની માંગ સાથે કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો તંત્ર જાગશે નહીં તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે.