Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Child kidnapped with the lure of chocolate

Banaskantha: ચોકલેટની લાલચ આપી બાળકનું કર્યુ અપહરણ, પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપ્યો

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Banaskantha: ચોકલેટની લાલચ આપી બાળકનું કર્યુ અપહરણ, પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપ્યો
સોર્સ : GSTV

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-અંબાજી હાઈવે પરથી એક બાળકના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જોકે, જિલ્લા પોલીસની સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી અપહરણકારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી બાળકને સુરક્ષિત રીતે છોડાવવામાં સફળતા મળી છે.

App Store

મળતી માહિતી મુજબ, હાઈવે પર આવેલા ધનપુરા પાટિયા નજીક એક શ્રમિક પરિવારનું બાળક રમી રહ્યું હતું. આ દરમિયાન એક અજાણ્યો ઈસમ કાર લઈને ત્યાં આવ્યો હતો અને બાળકને ચોકલેટની લાલચ આપી પોતાની જાળમાં ફસાવ્યું હતું. બાળક લાલચમાં આવી જતાં આરોપી તેને બળજબરીથી ગાડીમાં બેસાડીને પૂરઝડપે ફરાર થઈ ગયો હતો.

બનાસકાંઠા LCB અને SOGની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને હાઈવે પરના સીસીટીવી ફૂટેજને આધારે અપહરણકારની કારનો પીછો શરૂ કર્યો હતો. પોલીસની અલગ-અલગ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં અંતે દાંતાના નારગઢ નજીકથી અપહરણકારની ગાડીને આંતરી લેવામાં આવી હતી. પોલીસે આરોપી ગાડી ચાલકની ધરપકડ કરી છે અને તેની ચુંગાલમાંથી બાળકને હેમખેમ છોડાવી લીધું છે. બાળક સુરક્ષિત રીતે મળી આવતા શ્રમિક પરિવાર અને પોલીસ તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.