Banaskantha news: થરાદના સાબા ગામે કાળજુ કંપાવતી ઘટના, શ્રમિક પરિવારના બે માસૂમનું દર્દનાક મોત

સોર્સ : GSTV
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના સાબા ગામે કાળજુ કંપાવતી એક ઘના સામે આવી છે, જેમાં રમતા રમતા અજાણતા બે માસૂમો બાલભોગની પડીકીમાં ઉંદર મારવાની દવા ભૂલથી ખાઈ જતા બન્નેના દર્દનાક મોત નિપજ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે 5 વર્ષની બાળકીનું સ્થળ પર જ અને 3 વર્ષના બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.
પરિવારના સભ્યો ખેતરના કામમાં વ્યસ્ત હતા
ઉલ્લેખનીય છે કે પરિવારના સભ્યો ખેતરના કામમાં વ્યસ્ત હતા. તે દરમિયાન બન્ને બાળકોના હાથમાં તે વસ્તુ આવી ગઈ હતી. બન્ને માસૂમ ખાવાની વસ્તુ સમજીને તેને ખાઈ ગયા હતા અને બન્નેના કરૂણ મોત નિપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્રમિક પરિવારમાં આભ તૂટી પડ્યું હતું, અને સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ હતી.

