Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : truck overturned in Trishulia Valley near Ambaji

VIDEO: Banaskantha / અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટીમાં ટ્રક પલટ્યો, મોટી જાનહાનિ ટળી

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અંબાજી નજીક આવેલા ભયજનક ત્રિશુલિયા ઘાટી પર આજે વધુ એક ટ્રક અકસ્માતની ઘટના સામે આવી છે. અંબાજીથી માર્બલનો પાવડર ભરીને દાંતા તરફ જઈ રહેલી એક ટ્રક હનુમાનજીના મંદિર પાસે અચાનક પલ્ટી ખાઈ ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી છે.

App Store

પ્રાપ્ત વિગતો અનુસાર, માર્બલ પાવડરથી ભરેલી ટ્રક જ્યારે ત્રિશુલિયા ઘાટીના વળાંક પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવવાને કારણે ટ્રક પલ્ટી ખાઈને રોડની સાઈડમાં પટકાઈ હતી. નોંધનીય છે કે, અંબાજી પાસે આવેલી ત્રિશુલિયા ઘાટી તેના જોખમી વળાંકોને કારણે અકસ્માત ઝોન તરીકે જાણીતી છે. અવાર-નવાર અહીં ગમખ્વાર અકસ્માતો સર્જાતા રહે છે. ભૂતકાળમાં પણ આ જ સ્થળે અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બની છે.