Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : 81 lakh cash, 2.5 kg gold and 28 kg silver ornaments seized from a private bus at Rajasthan border

VIDEO: રાજસ્થાન બોર્ડર પર બસમાંથી 81 લાખ રોકડા, પોણા 2 કિલો સોનું, 28 કિલો ચાંદીના ઘરેણાં જપ્ત

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2025
લાઇવ ટીવીGoogle News

બનાસકાંઠા-રાજસ્થાન બોર્ડર પર અડીને આવેલા માવલ ચેકપોસ્ટ પર ફરી એકવાર વાહન ચેકિંગ દરમ્યાન ખાનગી બસમાંથી મસમોટી રોકડ, સોના અને ચાંદીના ઘરણાં જપ્ત કરવામાં આવ્યા છે.

App Store

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસે આવેલા માવલ ચેક પોસ્ટ પર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે એક લકઝરી બસમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના ઘરેણાંનો જથ્થો જપ્ત લેવામાં આવ્યો છે. બસની સ્લીપર સીટ નીચે એક બોક્સ બનાવીને તેમાં ઘરેણાં અને સોના-ચાંદી લઈ જવાતા હતા. પોલીસે અંદાજે 81 લાખ રોકડ રકમ સાથે 1.770કિલોગ્રામ સોનાના અને 27.91 કિલોગ્રામ ચાંદીના ઘરેણાં જપ્ત લીધા છે.રોકડ અને ઘરેણાં ક્યાંથી કયા લઈ જવામાં આવી રહ્યા હતા અને કુલ મુદામાલ કેટલો છે તેની તપાસ શરૂ કરી. પોલીસે ખાનગી બસ અને ચાર શખ્સોની અટકાયત કરી હતી.