TRP ગેમઝોન અગ્નિકાંડમાં ત્રણ આરોપીઓના જામીન મંજુર
ગુજરાત હાઇકોર્ટે રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના ત્રણ આરોપીઓના જામીન મંજુર કર્યા છે. હાઇકોર્ટે ત્

ગુજરાત હાઇકોર્ટે રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના ત્રણ આરોપીઓના જામીન મંજુર કર્યા છે. હાઇકોર્ટે ત્રણ સરકારી કર્મચારી ATP રાજેશ મકવાણા, ગૌતમ જોષી અને એન્જિનિયર જયદીપ ચૌધરીને જામીન પર મુક્ત કર્યા હતા. બીજી તરફ એમડી સાગઠીયા, ઇલેશ ખેર, અશોક સિંહ અને કિરીટસિંહ જાડેજાના જામીન નામંજુર કર્યા હતા.
શું હતી ઘટના?
રાજકોટમાં વેકેશનની મજા માણતા 12 બાળકો સહિત 28 લોકોના TRP ગેમઝોનમાં આગમાં ભૂંજાઇ જતા મોત થયા હતા. રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે રાજકોટમાં આટલી મોટો અગ્નિકાંડ થયો હતો. TRP ગેમઝોનમાં ફાયર NOC જ નહતી.




