મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં પૂરની સ્થિતિ વચ્ચે ડીંડોલીમાં દૂધનો ટ્રક આવતા જ લોકોએ મચાવી લૂંટફાટ

સુરત શહેરમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાતા જનજીવન ભારે પ્રભ

તસવીર: gstv

સુરત શહેરમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે, જેના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવવા માટે લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. ખાસ કરીને સુરતના ડીંડોલી વિસ્તારમાંથી સોશિયલ મીડિયા પર કેટલાક ચોંકાવનારા વિડીયો સામે આવ્યા છે. આ વિસ્તારમાં પૂરના પાણી વચ્ચે જ્યારે દૂધ ભરેલો એક ટ્રક આવી પહોંચ્યો ત્યારે દૂધ ખરીદવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. જોકે, ટ્રકના ચાલકે જેવો પાછળનો દરવાજો ખોલ્યો કે તુરંત જ લોકોનો સંયમ ખુટ્યો હતો અને દૂધની થેલીઓ લેવા માટે પડાપડી સાથે ભારે લૂંટફાટ મચી ગઈ હતી. પૂરની આ આપત્તિમાં ખાવા-પીવાની સામગ્રીની અછત વરતાતા સ્થાનિક નાગરિકો ભારે લાચાર અને પરેશાન દેખાઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો