મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ખેડા પોલીસ દ્વારા શસ્ત્રપૂજન

દશેરાના પર્વ નિમિત્તે ખેડા જિલ્લા પોલીસ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા કેમ્પ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલની ઉપસ્થિતિમાં શસ્ત્રોનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવતાં શ્વાન અને અશ્વનું પણ પૂજન કરાયું હતું. કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં જવાનો ઉપસ્થિત રહ્યા હતા. દશેરાના પર્વ નિમિત્તે ખેડા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પણ શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાયા હતા.

આ સમાચાર શેર કરો