VIDEO: મોડાસા શહેરમાં કથિત આતંકવાદી ઝડપાયા બાદ ASPની અધ્યક્ષતામાં પોલીસ કાફલાનું કોમ્બિંગ
VIDEO: અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં તાજેતરમાં ગુજરાત એટીએસ દ્વારા કથિત આતંકવાદી ઝડપાતા લઘુમતી વિસ્તારમાં ASPની અધ્યક્ષતામાં પોલીસ કાફલા સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના લઘુમતી વિસ્તારની મસ્જિદ, મદરેસીઓમાં એલસીબી, એસઓજી સહિતના પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. લઘુમતી વિસ્તારના આગેવાનો સાથે ASP એ મુલાકાત કરી આગેવાનોને ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવેતો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.
એટીએસના જુદાજુદા ઓપરેશનમાં દેશની રાજધાની દિલ્હી, અમદાવાદ અને મોડાસામાંથી 4 જેહાદીઓ સંકજામાં આવ્યા હતા,. આ ઉપરાંત તેમના પાંચ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી અલ કાયદા ઈન ઈન્ડિન સબ કોન્ટિનેટ (AQIS) ચલાવતા હતા. ચાર આરોપીઓ ઈન્સ્ટાગ્રામ પર ગઝવા-એ-હિન્દ, સશ્ત્રબળવાની ઉશ્કેરણી કરતા હોવાનું સામે આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રહેતા અને અલ કાયદા આતંકવાદી સંગઠનના મૉડલ સાથે જોડાઈને સોશિયલ મીડિયામાં સક્રિય રહેતા સૈફુ્લલા કુરૈશીને એટીએસ દ્વારા ઝડપી લેવાતા મોડાસા શહેરમાં ચકચાર મચી છે.

