VIDEO: વડોદરા-ડભોઈ રોડને જોડતા કેનલપુર બ્રિજ જર્જરિત હોવાથી જીવનું જોખમ
VIDEO: વડોદરા જિલ્લામાં આવેલો ગંભીરા બ્રિજ ગત 9 જુલાઈના રોજ ધરાશાયી થતા 21 લોકોનાં મોત થયા હતા. આટલું નુકસાન અને મૃત્યુઆંક થવા છતાં વડોદરા-ડભોઇ રોડને જોડતા કેલનપુર બ્રિજ ભારે જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર હજી નિંદ્રાધીન છે. આ બ્રિજ 40 કરતાં પણ વધુ જૂનો હોવાથી દેખીતી રીતે જ ખખડી ગયેલો છતાં પણ રિપેરિંગ કરાતું નથી.
વડોદરા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ ગંભીરા જેવી દુર્ઘટનાની હજી પણ રાહ જુવે છે કેમ એ નથી સમજાતું. ડભોઈ-વડોદરાને જોડતા જૂના કેલનપુર બ્રિજના સળિયા બહાર આવી ગયા, પ્લાસ્ટર પણ ઘણી જગ્યાએથી નીકળી ગયું છે. વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી જવા આજ બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે, ઉપરાંત કરનાળી ધામ જવા માટે પણ આ જ બ્રિજ પરથી વાહનો જાય છે. માર્ગ-મકાન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર આને ગંભીરતાથી લે નહીંતર ગંભીરા જેવી દુર્ઘટના બનતા વાર નહીં લાગે. સ્થાનિક લોકોમાં ભય અને અસંતોષનો માહોલ છે. બ્રિજ પરથી રોજ સેકડો વાહનોની અવર-જવર જર્જરિત સ્થિતિથી સ્થાનિકોમાં ડરનો માહોલ છે.

