Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : VIDEO: Big gap in Meghraj BJP! Former Taluka Panchayat President Surtaben Damor takes off saffron sash and wears 'AAP' cap

VIDEO: મેઘરજ ભાજપમાં મોટું ગાબડું! પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સુરતાબેન ડામોરે કેસરી ખેસ ઉતારી 'આપ'ની ટોપી પહેરી

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મેઘરજ ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સુરતાબેન ડામોરે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

App Store

ટિકિટની અવગણના ભારે પડી
મળતી માહિતી મુજબ, સુરતાબેન ડામોરે જામગઢ તાલુકા પંચાયત સીટ માટે ભાજપ પાસે ટિકિટની માગણી કરી હતી. જોકે, પક્ષ દ્વારા તેમને ટિકિટ ન ફાળવવામાં આવતા તેઓ છેલ્લા કેટલાક સમયથી નારાજ ચાલી રહ્યા હતા. આ નારાજગી અંતે પક્ષપલટામાં પરિણમી છે અને તેમણે ભાજપને રામ-રામ કરી દીધા છે.

પ્રદેશ મંત્રીની હાજરીમાં જોડાણ
આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી જયદીપસિંહ ચૌહાણની ખાસ હાજરીમાં સુરતાબેન ડામોરે વિધિવત રીતે આપનો ખેસ ધારણ કર્યો હતો. માત્ર પૂર્વ પ્રમુખ જ નહીં, પણ તેમની સાથે આશરે 15 જેટલા સક્રિય સમર્થકોએ પણ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરતા ભાજપના સ્થાનિક સંગઠનમાં મોટું ભંગાણ પડ્યું છે.

રાજકીય ઉથલપાથલ
મેઘરજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનું પદ સંભાળી ચૂકેલા સુરતાબેન ડામોરનો વિસ્તારમાં સારો પ્રભાવ છે. તેમના જવાથી જામગઢ સીટ અને આસપાસના વિસ્તારોમાં ભાજપના વોટ શેર પર અસર પડી શકે છે. ચૂંટણીના ટાણે જ સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે.