Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : VIDEO: BJP's troubles increase in Aravalli! Workers on the road after ticket allocation, violent protests at Modasa 'Kamalam'

VIDEO: અરવલ્લીમાં ભાજપની મુશ્કેલી વધી! ટિકિટ ફાળવણી બાદ કાર્યકરો રસ્તા પર, મોડાસા 'કમલમ' ખાતે ઉગ્ર દેખાવો

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને મોટો ભડકો થયો છે. જિલ્લાની વિવિધ બેઠકો પર અંદરખાને નારાજગી ચાલી રહી હતી, જે હવે જાહેરમાં ઉગ્ર વિરોધ સ્વરૂપે બહાર આવી છે. ખાસ કરીને દધાલિયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના સત્તાવાર ઉમેદવારના નામની જાહેરાત થતાની સાથે જ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store

આયાતી ઉમેદવાર સામે 'જંગ'
દધાલિયા બેઠકના પાયાના કાર્યકરો અને સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે પક્ષ દ્વારા વર્ષોથી મહેનત કરતા સ્થાનિક કાર્યકરની અવગણના કરવામાં આવી છે અને 'આયાતી ઉમેદવાર' (બીજા વિસ્તાર કે પક્ષમાંથી આવેલા) ને ટિકિટ આપી દેવામાં આવી છે. આ નિર્ણયને પગલે સ્થાનિક સંગઠનમાં ભારે અસંતોષ ફેલાયો છે.

'કમલમ' ખાતે સૂત્રોચ્ચાર અને વિરોધ
આજે વહેલી સવારથી જ દધાલિયા વિસ્તારના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો મોડાસા સ્થિત ભાજપના જિલ્લા કાર્યાલય 'કમલમ' ખાતે ઉમટી પડ્યા હતા. કાર્યકરોએ હાથમાં બેનરો સાથે અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વાતાવરણ એટલું ગરમાયું હતું કે જિલ્લા કક્ષાના નેતાઓને સ્થિતિ થાળે પાડવા માટે દોડી આવવું પડ્યું હતું.

આગેવાનોની માંગ
સ્થાનિક આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, "જો પક્ષ ટિકિટ ફાળવણીમાં ફેરફાર નહીં કરે અને કોઈ સ્થાનિક ચહેરાને તક નહીં આપે, તો આગામી દિવસોમાં તેની અસર ચૂંટણીના પરિણામો પર પડશે." કાર્યકરોનું કહેવું છે કે બહારની વ્યક્તિ વિસ્તારની સમસ્યાઓ અને ભૂગોળથી અજાણ હોય છે, તેથી સ્થાનિક વ્યક્તિ જ તેમનું પ્રતિનિધિત્વ કરે તે જરૂરી છે.

ભાજપ માટે કપરા ચઢાણ
અરવલ્લીમાં ભાજપ માટે આ આંતરિક કલહ માથાના દુખાવા સમાન સાબિત થઈ શકે છે. એક તરફ વિપક્ષ મજબૂત બની રહ્યો છે, ત્યારે બીજી તરફ ઘરના જ સભ્યો નારાજ થતા ડેમેજ કંટ્રોલ કરવું હાઈકમાન્ડ માટે અનિવાર્ય બન્યું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતાગીરી આ વિરોધને શાંત પાડવામાં સફળ રહે છે કે પછી દધાલિયા બેઠક પર ઉમેદવાર બદલવાની નોબત આવે છે.