Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Shamlaji-Hills-Wildfire

VIDEO: શામળાજી નજીક ડુંગરોમાં વિકરાળ દાવાનળ, ધૂમાડાના ગોટેગોટાથી જનજીવન પ્રભાવિત, લોકોમાં ફફડાટ

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલ આશ્રમ ચાર રસ્તાથી ભિલોડા હાઈવે પર રુદરડી અને પાલ્લા ગામની મધ્યમાં આવેલા ડુંગરાળ વિસ્તારમાં આજે અચાનક ભયાનક આગ ફાટી નીકળી છે. ભારે પવન અને સૂકા ઘાસચારાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના કારણે સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

App Store

દૂર-દૂર સુધી દેખાઈ જ્વાળાઓ
ડુંગર પર લાગેલી આગ એટલી ભીષણ છે કે તેની આકાશી જ્વાળાઓ અને ધૂમાડાના ઉંચા ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. રાત્રિના સમયે ડુંગરો પર આગનું સામ્રાજ્ય જોઈને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પવનની ગતિ વધુ હોવાથી આગ ઝડપથી ડુંગરના અન્ય વિસ્તારો અને નીચેની તરફ વસતા ગામો તરફ પ્રસરી રહી છે, જે મોટી ચિંતાનો વિષય છે.

ગામોમાં દહેશત અને વન્યજીવો પર સંકટ
આગના કારણે આસપાસમાં આવેલા રુદરડી અને પાલ્લા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ધુમાડાના વાદળો છવાઈ ગયા છે, જેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. ગ્રામજનોમાં દહેશત છે કે જો આગ પર વહેલી તકે કાબૂ મેળવવામાં નહીં આવે, તો તે રહેણાંક વિસ્તારો સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત, ડુંગરાળ વિસ્તારમાં વસતા અનેક કીમતી વનસ્પતિ અને નિર્દોષ વન્યજીવો પણ આ અગ્નિતાંડવમાં હોમાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

આગનું કારણ અકબંધ, તંત્ર સામે ચેલેન્જ
હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ આ કુદરતી કારણોસર અથવા કોઈની બેદરકારીથી લાગેલી 'દાવાનળ' હોઈ શકે છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને વન વિભાગની ટીમો સક્રિય થઈ છે, પરંતુ ડુંગરાળ અને પથરાળ પ્રદેશ હોવાથી આગ ઓલવવાની કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આગને વધુ ફેલાતી અટકાવવા માટે તાત્કાલિક ધોરણે મોટા પાયે ફાયર ફાઈટરો અને જેસીબી મશીનોની મદદ જરૂરી બની છે.