Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Farmers' uproar in Pahadpur Seva Mandali, allegations of embezzlement of more than 20 lakhs

VIDEO : પહાડપુર સેવા મંડળીમાં ખેડૂતોનો હોબાળો, ૨૦ લાખથી વધુની ઉચાપતનો આરોપ

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલી પહાડપુર સેવા મંડળીમાં ખેડૂતોએ ભેગા મળીને ભારે હોબાળો મચાવ્યો છે. મંડળીના સત્તાધીશો સામે ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ મેળવીને મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. અલગ-અલગ ખેડૂતોના નામે અંદાજે ૨૦ લાખ રૂપિયાથી વધુની ઉચાપત થઈ હોવાનું સામે આવતા ખેડૂતો રોષે ભરાયા છે.ખેડૂતોનો આક્ષેપ છે કે, ચાલુ કમિટીની જાણ બહાર જ સત્તાધીશોએ ખોટી કમિટીની રચના કરી આ કૌભાંડ આચર્યું છે. આ ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા ખેડૂતોએ ગામમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી અને પહાડપુર સેવા મંડળીના શટર બંધ કરી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.  

App Store
ટોપિક્સ:gstvgstv newsaravalli