Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : BJP stages fierce protest against Congress in Modasa

VIDEO: Aravalli / મોડાસામાં ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અને ગુજરાતીઓ અંગે કરવામાં આવેલા કથિત નિવેદનને લઈને રાજકીય વિવાદ વકર્યો છે. આ નિવેદનના વિરોધમાં અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા આજે મોડાસા ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈ કોંગ્રેસના નેતૃત્વ સામે સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

App Store

અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં આ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસાના મુખ્ય ચાર રસ્તા પાસે આવેલા ટાઉનહોલની સામે ભાજપના કાર્યકરોએ પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે ભાજપના નેતાઓએ ખડગેના નિવેદનને અહંકારી અને અપમાનજનક ગણાવ્યું હતું.

ભાજપનો આક્ષેપ છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહીને સમગ્ર રાજ્યનું અપમાન કર્યું છે. ધરણા દરમિયાન ભાજપ દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે પોતાના શબ્દો પાછા ખેંચીને જાહેર મંચ પરથી ગુજરાતની માફી માંગવી જોઈએ.આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.