Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Aravali news: Fatal accident between car and bullet near Dholwani, Bhiloda, 2 dead, accused in custody

Aravali news: ભિલોડાના ધોલવાણી નજીક કાર અને બુલેટ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2નાં મોત, આરોપી સકંજામાં

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Aravali news: ભિલોડાના ધોલવાણી નજીક કાર અને બુલેટ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2નાં મોત, આરોપી સકંજામાં
સોર્સ : GSTV

Aravali news: અરવલ્લીના ભિલોડામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ભિલોડાના ધોલવાણી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે બુલેટચાલકને ભયંકર ટક્કર મારી હતી. અકસ્માતના બનાવમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

App Store

ભિલોડાના ધોલવાણી પાસે અકસ્માતમાં 2નાં મોત
મળતી માહિતી મુજબ, અરવલ્લીના ભિલોડાના ધોલવાણી પાસે કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ આવતી કારચાલકે ત્રણ સવારી બુલેટને જોરથી ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઈક પર સવાર ત્રણ યુવક ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

જ્યાં સારવાર દરમિયાન મયુર ખરાડી અને મનોજ પાંડોર નામના બે યુવકના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત યુવકને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક ભૂતાવળ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. 

કારચાલકની ધરપકડ
સમગ્ર બનાવને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. પોલીસે કારચાલકની ધરપકડ કરી છે. તેમજ ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી પણ તપાસમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.